
Pigeon Pea Seeds - તુવેર બિયારણ
તુવેર પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
જમીન અને આબોહવા:ગોરાડુ, બેસર, મધ્યમ કાળી જમીન કે જેની નિતાર શકિત સારી હોય તેમાં તુવેરનો પાક સારો થાય છે.તુવેરએ ખરીફ ઋતુનો પાક છે. જેથી વાવણી લાયક વરસાદ થયે તેનું વાવેતર કરી શકાય છે.
જમીનની તૈયારી :જમીનમાં જરૂરીયાત મુજબ ખેડ કરી અને સમાર મારી જમીન તૈયાર કરવી.આ પાકની નાની અવસ્થાએ ખેતરમાં પાણી ભરાય તો કુમળા છોડ બળી જાય છેમાટે પાળા ઉપર વાવેતર કરવું હિતાવહ છે.
જાતોની પસંદગી :બી.ડી.એન.-ર, વૈશાલી, જી.જે.પી.-૧
વાવેતર સમય:એકલ :૧પ મી જુન થી ૧૫ જૂલાઈ સુધી,તેમજરીલેપાક :ઓગષ્ટનું પ્રથમ અઠવાડિયું
વાવેતર અંતર :૯૦ x ૨૦ સે.મી.
બિયારણનો દર:૧ર-૧પ કિ.ગ્રા. પ્રતિ હેકટર
બીજ માવજત :ભલામણ મુજબ ફુગનાશક દવાનો બીજને પટ આપવો.
ખાતર વ્યવસ્થાપન :જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું. જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૫કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૫૦ કિ.ગ્રા. પોટશ આપવું.જો સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં હેકટરે ર૦ કિ.ગ્રા. સલ્ફર પાયાના ખાતર તરીકે આપવું.
પિયત વ્યવસ્થાપન :ચોમાસુ પુરૂ થયા બાદ પાકની કટોકટીની અવસ્થાએ જેવી કે ફુલ બેસવા અને શીંગોમાં દાણા ભરાતી વખતે આપવું.
નિંદામણ અને આંતરખેડ :તુવેરના પાકને જરૂરીયાત મુજબ ૩ થી ૪ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી. જો ખેતમજુરોની અછતહોય તો રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર બાદ તુરત એટલે કે તુવેર ઉગતા પહેલાં ભલામણ મુજબની નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી નિંદામણ નિયંત્રણ કરી શકાય છે.
પાક સંરક્ષણ :
(અ) રોગો અને તેનું નિયંત્રણ :
(૧) તુવેરનો સુકારો :
રોગ આવતો અટકાવવા માટે રોગપ્રતિકારક જાતો જેવી કેજી.જે.પી.-૧, વિગેરેનું વાવેતર કરવું. બિયારણને વાવતા પહેલાં ફુગનાશક દવાનો પટ આપવો.
(ર) વંધ્યત્વનો રોગ (સ્ટરીલીટીમોઝેક):
રોગિષ્ટ છોડને ઉપાડીને નાશ કરવો. ભલામણ મુજબ દવાનો ઉપયોગ
કરી પાનકથીરીનું નિયંત્રણ કરવું.
(બ) જીવાતઅને તેનું નિયંત્રણ :
શીંગ કોરી ખાનાર ઈયળ (લીલી ઈયળ) :
અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે ભલામણ મુજબની દવાનો છંટકાવ કરવો.આ ઉપરાંત ફેરોમેન ટ્રેપ (૧૦ ટ્રેપ પ્રતિ હેકટરે) મુકવા (મગફળી ની જેમ મુકવું).પક્ષીને બેસવાના સ્ટેન્ડ મુકવા.
કાપણી : તુવેરની શીંગો પાકીને તૈયાર થાય કે તરત જ શીંગવાળી ડાળીઓની કાપણી કરી લેવી. ત્યારબાદ શીંગવાળી ડાળીઓને ખળામાં સુકવવી. શીંગો બરાબર સુકાયજાય ત્યારે ટ્રેકટર કે બળદથી મસળી અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા.